એન્ડ્રોઈડ ફોન્સ માટે આઈ ફીલ સેફTM વિથ પેનિક બટન લોન્ચ કરાયું


  • આરંભમાં એન્ડ્રોઈડ ફોન્સ માટે આઈ ફીલ સેફTM વિથ પેનિક બટન અને ટૂંક સમયમાં જ બધા ફીચર ફોન્સમાં સામેલ કરાશે.
  • આમ આદમીને સુરક્ષા પૂરી પાડવા માટે મોબાઈલ ફોન ઉત્પાદકોએ મોટી રકમ ખર્ચ કરવાની જરૂર નથી.
  • પેનિક બટનને હાલમાં જ સરકારે આવકાર્ય પગલું ગણાવ્યું છે.
  • ફોન લોક્ડ હોય ત્યારે પણ કામ કરે છે.

નવી દિલ્હી, ભારત- 9 મે, 2016 – મોબાઈલ ડિવાઈસીસ માટે સ્ટાન્ડર્ડ નિવારણો વિકસાવવામાં સંકળાયેલી અગ્રણી ટેલિકોમ્યુનિકેશન નિવારણો અને સેવાઓની પ્રદાતા એમએસએઆઈ દ્વારા બધા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન્સ માટે આઈ ફીલ સેફTM પેનિક બટન લોન્ચ કર્યાની આજે જાહેરાત કરી હતી, જે ટૂંક સમયમાં જ બધા ફીચર ફોન્સ પર લોન્ચ કરાશે. આઈ ફીલ સેફTM પેનિક બટન એન્ડ્રોઈડ એપ્લિકેશન સાથે મોબાઈલ ફોનના હાર્ડવેરને જોડતો ક્રાંતિકારી વિચાર છે, જેમાં આ પેનિટ બટન ભારતમાં સ્ત્રી, બાળકો અને મુશ્કેલીમાં સપડાયેલા કોઈ પણ સામે ગુનાખોરી ઓછી કરવા માટે સરકારના ધ્યેયને તાત્કાલિક પૂરક છે. સરકારે હાલમાં જ જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2017થી પેનિક બટન ફરજિયાત બનાવવામાં આવશે.

ઉપભોક્તાઓએ કાયદાનો અમલ કરતી સંસ્થાઓને સતર્ક કરવા માટે તમારા મોબાઈલ ફોન પર પેનિક બટનનો ઉપયોગ કરવા માટે 2017 સુધી વાટ જોવાની જરૂર નથી. હવે આઈ ફીલ સેફTM પેનિક બટન એપ્લિકેશન એક્ટિવ કરવા માટે તમારા કોઈ પણ એન્ડ્રોઈડ ફોન્સમાં સતત 5 વાર પાવર બટન દબાવી શકો છો. પેનિક બટન દબાવીને તે એક્ટિવેટ થતાં એપ્લિકેશન ઝડપથી તમારા વહાલાજનને એસએમએસ મારફત તમારા સ્થળના સમન્વય સાથે મુશ્કેલીમાં મુકાયા હોવાનો સંદેશ મોકલે છે અને તે પોલીસને એલર્ટ કોલ પણ કરશે. તે દરેક મિનિટે એક્સપ્લિસિટ લોન્ગિટ્યુડ અને લેટિટ્યુડ કોઓર્ડિનેટ્સમાં મેપ કોઓર્ડિનેટ્સ આપવાનું પણ શરૂ કરશે, જેથી મોશનમાં ગુનાનો અચૂક રોડમેપ મળશે. આ ગતિશીલ એપ્લિકેશન ઉપભોક્તા દ્વારા ઓફફ નહીં કરાય ત્યાં સુધી એલર્ટ કરતું રહેશે.

આ વુમન સેફ્ટી ઓન્લી અ બટન અવે મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિની સમસ્યા સામે કનેક્ટેડ ડિજિટલ પ્રતિસાદ છે. તે આજના કનેક્ટેડ જીવનમાં સ્ત્રીઓ સામે ગુનાખોરી, આતંકવાદી ધમકીઓ, અપહરણ ખાળવા માટે અત્યંત મૂલ્યવાન સાધન એવા મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, એમ એમએસએઆઈના બિઝનેસ હેડ ભાવના કુમારીએ જણાવ્યું હતું.

આઈ ફીલ સેફTM પેનિક બટન સંભવિત પીડિતો માટે હાથવગું બની જાય છે. જો તેઓ ખતરો મહેસૂસ કરે તો તેમના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનનું પાવર બટન અનેક વાર દબાવતાં તે કાયદાના રક્ષકોને સાઈલન્ટ એલાર્મ મોકલશે અને વહાલાજનોને પણ એલર્ટ કરશે, જેમાં ચોક્કસ લોન્ગિટ્યુડ અને લેટિટ્યુડ કોઓર્ડિનેટ્સ દર્શાવવામાં આવશે, જેથી સમયસર મદદ પહોંચતાં ગુનો બનતો અટકાવવામાં મદદ મળી શકે છે.

આ અનુકૂળ સમન્વયનો પ્રયાસ પોલીસને અત્યંત તાતી જરૂરતોમાં ભારતીય નાગરિકોના રક્ષણની વધુ કાર્યક્ષમ પ્રણાલી નિર્માણ કરવામાં મદદ કરશે.

આ પેનિક બટનથી પોલીસને કટોકટીના સંપર્કો કોણ છે તેની પણ જાણ કરે છે, જેથી પોલીસ મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિનો કોઈ પણ ફીડબેક મેળવવા માટે તે સંપર્ક કરી શકે છે અને કટોકટીના કલાકોમાં ઝડપથી અચૂક રીતે માહિતી મેળવી શકશે. મોટા ભાગના ગુના જો કલાકોમાં પોલીસ સામાન્ય કરતાં ઝડપથી પગલાં લે તો ગુનો નિવારવાનો સફળતાનો દર ઉચ્ચ છે.

ભાવનાએ એમ પણ જણાવ્યું હતું કે 16મી ડિસેમ્બર, 2014ના રોજ નિર્ભયા ઘટના પછી બે દિવસ બાદ મારી પુત્રી અમૂલ્યા જન્મતાં સ્ત્રીઓની સુરક્ષા વિશે કશું કરવાનો મેં સભાનકતાથી નિર્ણય લીધો હતો. એક બાજુ આખા રાષ્ટ્રને હચમચાવી દેનાર નિર્ભયાની સ્થિતિ બાબતે હું નિ:સહાય મહેસૂસ કરતી હતી ત્યારે બીજી બાજુ અમારા પરિવારમાં ખુશીનું સ્વાગત કરી રહી હતું. અમૂલ્યાની આંખોમાં ચમક જોઈને મને શક્તિ મળી હતી અને મેં સ્ત્રીઓની સુરક્ષામાં ફરક લાવવાના શપથ તે સમયે જ ખાઈ લીધા હતા.

સુરક્ષા અને વૃદ્ધિ પામતી ટેકનોલોજી સતત વૃદ્ધિ પામતા મોબાઈલ ઉદ્યોગમાં મુખ્ય હિસ્સો છે, જે આ ગૌરવશાળી રાષ્ટ્રના કનેક્ટેડ એક અબજ નાગરિકોમાં સૌથી વધુ યોગદાન આપનારમાંથી એક છે.

# # #

એમએસએઆઈ વિશે:

એમએસએઆઈ અગ્રણી ટેલિકોમ્યુનિકેશન નિવારણો અને સેવાઓની પ્રદાતા છે. તે મોબાઈલ ડિવાઈસીસ માટે સ્ટાન્ડર્ડ નિવારણો વિકસાવવામાં સંકળાયેલી છે. દુનિયાભરમાં વ્યાપક શ્રેણીની મોબાઈલ બ્રાન્ડ અને ઉત્પાદકો એમએસએઆઈ સેવાઓ લે છે.

એમએસએઆઈ આઈએસઓ 9001 ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને આઈએસઓ/ આઈઈસી 27001 ઈન્ફોર્મેશન સિક્યુરિટી મેનેજમેન્ટ સાથે એક્રેડિટેડ છે. એમએસએઆઈ આઈએમઈઆઈ આધારિત મોબાઈલ સોફ્ટવેર સેવાઓના વિકાસ, વિતરણ અને એકીકરણમાં નિષ્ણાત છે. એમએસએઆઈએ સરકાર, ડિવાઈસ મેનેજમેન્ટ (ડીએમ) કંપનીઓ, નેટવર્ક ઓપરેટરો, બ્રાન્ડ માલિકો અને ગ્રાહકો માટે ગ્રાહકાભિમુખ નિવારણો વિકસાવ્યાં છે.

એમએસએઆઈના 100 વત્તા ટીમ સભ્યો ચીન, યુએસએમાં કાર્યાલયો સાથે મોબાઈલ ઈકોસિસ્ટમમાં અત્યાધુનિક, મજબૂત, ઉચ્ચ સ્તરનાં નિવારણો પૂરાં પાડવા માટે કટિબદ્ધ છે. એમએસએઆઈનું વડામથક નવી દિલ્હી, ભારતની બહાર સ્થિત છે. વધુ માહિતી માટે કૃપયા વિઝિટ કરો  www.msai.in

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: